कुछ हसी के पल गुजराती भाषा में


એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું।અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.
પતિનું મગજ ફાટ્યું.‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’
બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.
પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’
ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’
=====================================
**પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે।’
પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’
**પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું। એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’
મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’
======================================
**પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી। મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ। મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
=======================================
**એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’ઉંદર કહે : ‘ના, ના। આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’

हसो और हसावो ,

मत फसो और मत फसावो !!!!

Comments

Popular posts from this blog

Guruji's discourse at Bangalore Ashram

Satsang

What will happen after 100 years?